પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૦ મી આસિયાન ઈન્ડિયા સમિટ અને ૧૮ મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા માટે ૬ સપ્ટેમ્બરથી ઈન્ડોનેશિયાની ૨ દિવસીય મુલાકાતે જશે.
જકાર્તામાં વર્તમાન આસિયાન અધ્યક્ષ ઈન્ડોનેશિયા દ્વારા બંને સમિટનું આયોજન કરવામાં આવશે. ગયા વર્ષે ભારત-આસિયાન સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે ઉન્નત થયા પછી આ પ્રથમ સમિટ છે. આ કોન્ફરન્સમાં ભારત-આસિયાન સંબંધોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે અને પરસ્પર સહયોગની ભાવિ દિશા નક્કી કરવામાં આવશે. પૂર્વ એશિયા સમિટ આસિયાન દેશોના નેતાઓ અને ભારત સહિત તેના આઠ સંવાદ ભાગીદારોને પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કરવાની તક પૂરી પાડશે.