શ્રીહરિકોટામાં રોકેટ પ્રક્ષેપણના કાઉન્ટડાઉનમાં વલારમથીએ જ આપ્યો હતો અવાજ, કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઈસરો ના વૈજ્ઞાનિક વલારમથીનું અવસાન થયું છે. વાત જાણે એમ છે કે, હ્રદય બંધ થવાને કારણે તેમણે રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા. શ્રીહરિકોટામાં રોકેટ પ્રક્ષેપણના કાઉન્ટડાઉનમાં વલારમથીએ જ પોતાનો અવાજ આપ્યો હતો. તેમનું છેલ્લું કાઉન્ટડાઉન તાજેતરમાં આપવામાં આવ્યું હતું જ્યારે દેશના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3ને લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-૩ ૧૪ જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
ઈસરો ની દરેક સફળતાની ભારત ઉજવણી કરી રહ્યું છે ત્યારે ઈસરો તરફથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દેશના વૈજ્ઞાનિક વલારમથીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. ઈસરોના તમામ પ્રક્ષેપણના કાઉન્ટડાઉન દરમિયાન જે અવાજ સંભળાયો તે વલારમથીનો હતો. પરંતુ હવે આ અવાજ ફરીથી સંભળવા નહી મળે.
વૈજ્ઞાનિક વલારમથીનું છેલ્લું મિશન ચંદ્રયાન-૩ હતું, જે ૧૪ જુલાઈના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. અને તે સમય દરમિયાન તમે ઈસરોમાંથી જે અવાજ સાંભળ્યો હતો તે વલારમથીનો હતો. તમિલનાડુના અલિયાઉરની વતની વલારમથીએ શનિવારે ચેન્નાઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.
ઈસરોના ભૂતપૂર્વ ડિરેક્ટર પી.વી. વેંકટકૃષ્ણને ટ્વિટ કરીને વલારમથીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું છે કે શ્રીહરિકોટામાં ઈસરોના આગામી મિશન દરમિયાન કાઉન્ટડાઉનમાં હવે વલારમથી મેડમનો અવાજ સંભળાશે નહીં. ચંદ્રયાન-૩ તેમની અંતિમ જાહેરાત હતી. આ ખૂબ જ દુઃખદ ક્ષણ છે.