અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાયડન કોરોના સંક્રમિત થઈ છે

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનની પત્ની જીલ બાયડનનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.

અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાયડન કોરોના સંક્રમિત થઈ છે. આ જાણકારી વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવી છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે જીલ બાયડનમાં કોવિડના હળવા લક્ષણો જોવા મળ્યા છે. જ્યારે રાષ્ટ્રપતિ જો બાયડનનો કોવિડ-૧૯ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. નોંધનીય છે કે બાયડનની ૭૨ વર્ષીય પત્નીને ગયા વર્ષે ઓગસ્ટમાં પણ કોરોના સંક્રમિત થઈ હતી.

ફર્સ્ટ લેડીનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં ડેલવેરના રેહોબોથ બીચમાં તેના ઘરે રહેશે.’ રાષ્ટ્રપતિ બાયડન સોમવારે સાંજે ડેલાવેરથી એકલા વોશિંગ્ટન, વ્હાઇટ હાઉસ પરત ફર્યા હતા. વ્હાઇટ હાઉસે કહ્યું, ‘ફર્સ્ટ લેડીના કોવિડ-૧૯ ના પોઝિટિવ ટેસ્ટ બાદ બાયડનનો પણ સોમવારે સાંજે કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો છે. રાષ્ટ્રપતિ આ અઠવાડિયે રૂટીન ચેકઅપ કરાવશે.

જીલ બાયડન કોવિડ પોઝિટિવ હોવા છતાં વ્હાઇટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ શિડ્યુલ મુજબ કોન્ફરન્સમાં હાજરી આપશે. બાયડન ૭ સપ્ટેમ્બરે ભારત જવા રવાના થશે. તેઓ ૮ સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં જી-૨૦ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *