૧૪૦ વર્ષમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે અને રેકોર્ડબ્રેક વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ
હોંગકોંગમાં અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હોંગકોંગમાં ૧૪૦ વર્ષમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે અને રેકોર્ડબ્રેક વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. સૌથી મેટ્રોસ્ટેશન અને શોપિંગ મોલમાં પણ ભરાઈ ગયા છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. અધિકારીઓએ ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરી છે. શહેરી નેતા જોન લીએ જણાવ્યું છે કે, અનેક સ્થળો ભીષણ પૂર આવી જતા ખૂબ જ ચિંતાનો માહોલ છે, તમામ વિભાગના અધિકારીઓને કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.