પૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહન સિંહે રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતના નિર્ણયોને યોગ્ય ગણાવ્યા છે.
ઈન્ટરવ્યૂમાં મનમોહન સિંહે જી-૨૦, ચંદ્રયાન મિશન, આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની ભુમિકા, ચીનનો સીમા વિવાદ અને દેશના પડકારો પર વાત કરી છે. યુક્રેન-રશિયા યુદ્ધ પર ભારતના વર્તનને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ યોગ્ય ગણાવી ચુક્યા હતા.
મનમોહન સિંહને ભારતના આર્થિક સુધારા માટે ઓળખવામાં આવે છે. મનમોહન સિંહના વખાણ કરવામાં સત્તા પક્ષના લોકો પણ શામેલ છે. નવેમ્બર ૨૦૨૨ માં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પણ કહ્યું હતું કે આર્થિક સુધારાઓ માટે દેશ મનમોહન સિંહનો દેવાદાર રહેશે.
મનમોહન સિંહે કહ્યું છે.
“નવી વિશ્વ વ્યવસ્થાને સંચાલિત કરવામાં ભારતની મહત્વની ભુમિકા છે. યુક્રેન પર રશિયાના હુમલામાં શાંતિની અપીલ કરવાની સાથે સાથે ભારતે પોતાના આર્થિક હિતો અને સંપ્રભુતાને પ્રાથમિકતા આપીને યોગ્ય નિર્ણય કર્યો છે.”
ભારત આ વર્ષે એટલે કે ૨૦૨૩ માં જી-૨૦ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ આયોજન દ્વારા ભારત પોતાની વૈશ્વિક સાખાને મજબૂત કરવા માંગે છે.
“હું ભારતના ભવિષ્યને લઈને ચિંતાથી વધારે આશાવાદી છું. પરંતુ આ આશાવાદ ભારતના એક સુમેળભર્યા સમાજ બનવા પર નિર્ભર કરે છે.”
મનમોહન સિંહે કહ્યું કે તેમના જીવનકાળમાં ભારત જી-૨૦ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ ખુશીની વાત છે.