આજથી જી-૨૦ સમિટ ની શાનદાર શરૂઆત

જી-૨૦ સમિટ ના પ્રથમ દિવસે વિશ્વની ૨૦ મોટી અર્થવ્યવસ્થાઓના વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર મંથન કરશે.

ભારત માટે ગૌરવની ક્ષણ કે આજે મોટાભાગના વૈશ્વિક નેતાઓ દિલ્હીમાં હાજર છે. વાત જાણે એમ છે કે, આજથી જી-૨૦ સમિટ ની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. ભારત જી-૨૦ સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આજે એટલે કે શનિવાર જી-૨૦ સમિટ ના પ્રથમ દિવસે વિશ્વની ૨૦ મોટી અર્થવ્યવસ્થાઓના વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર મંથન કરશે. આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત મંડપમ પહોંચ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પણ ભારત મંડપમ પહોંચ્યા છે. અહીં પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ બિડેનને કોણાર્કના સૂર્ય ચક્ર વિશે જાણકારી આપી હતી. પીએમ મોદીએ ક્રાઉન પ્રિન્સ અને સાઉદી અરેબિયાના વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાનનું પણ સ્વાગત કર્યું.

પીએમ મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી, નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટ્ટે, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, વિશ્વ બેન્કના પ્રમુખ અજય બંગા, વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસ, OECD (ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ)ના સેક્રેટરી જનરલ મેથિયાસ કોર્મન, IWALA-WTO ડાયરેક્ટર-જનરલ કે Ngozi Okonjo, કોમોરોસના પ્રમુખ, આફ્રિકન યુનિયનના ચેરપર્સન અઝાલી અસોમાની, ઓમાનના VC અસદ બિન અલી અલીમુર હાર્દિક સ્વાગત કર્યું હતું.

દિલ્હીના ભારત મંડપમ ખાતે કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ જી-૨૦ સમિટ બે દિવસ સુધી ચાલશે. ભારત સરકાર એક વર્ષથી આ જી-૨૦ સમિટ ની તૈયારી કરી રહી છે. વિવિધ મંત્રી અને કાર્યકારી જૂથની બેઠકો યોજાઈ હતી. એજન્ડામાં જળવાયુ પરિવર્તન, દેવું, ખાદ્ય સુરક્ષા, ટકાઉપણું અને ભૌગોલિક રાજકીય તણાવ પર ચર્ચાનો સમાવેશ થાય છે. ભારતે આ વર્ષની જી-૨૦ સમિટ ની થીમ ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ રાખી છે. તમામની નજર નેતાઓની સંયુક્ત જાહેરાત પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *