વિવિધ દેશોના વડાઓ રાજઘાટ પહોંચ્યા હતા, વડાપ્રધાને તમામનું સ્વાગત કર્યું
આજે જી-૨૦ સંમેલન ૨૦૨૩ નો બીજો અને છેલ્લો દિવસ છે. આજના દિવસે જી-૨૦ સંમેલનમાં આવેલા વિશ્વના રાષ્ટ્રધ્યક્ષ, વિશ્વભરના પ્રતિનિધિઓ રાજઘાટ પહોંચ્યા હતા.. રાજઘાટ પર તમામ વૈશ્વિક નેતાઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાજંલિ આપી હતી.. રાજઘાટમાં પ્રધાનમંત્રી મોદીએ તમામ રાષ્ટ્રધ્યક્ષોનું સ્વાગત કર્યું હતુ.. ઉપરાંત, મહાત્મા ગાંધીના પ્રિય ભક્તિ ગીતોનું જીવંત પ્રદર્શન પણ નિહાળશે….
ઉલ્લેખનીય છે કે ભારતમાં પહેલાવાર જી-૨૦ સંમેલન યોજાયું છે.જેમાં અત્યારે યોજાયેલુ જી-૨૦ સંમેલન વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે એક પૃથ્વી એક પરિવાર, એક ભવિષ્યને સમર્પિત કરવામાં આવ્યું છે..