ખેડા અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં, આગામી ૨૪ કલાક દરમિયાન, સારો વરસાદ પડવાની સંભાવના છે. ખેડા અને પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં, ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં પણ વરસાદ પડી શકે છે.
બીજી તરફ છોટાઉદેપુર, સુરત, તાપી અને ડાંગ જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં, અગામી ૨૪ કલાક દરમિયાન સામાન્ય વરસાદ વરસી શકે છે.. તો આગામી ૨૪ કલાક બાદ, રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે.. અત્યાર સુધીમાં સિઝનનો કુલ ૯૮ % વરસાદ નોંધાયો છે તો પંચમહાલના મોરવામાં સૌથી વધુ ૫૫ મિલીમીટર, ખેડા જિલ્લાના મહેમદાબાદમાં ૪૪ મિલીમીટર, નડિયાદમાં ૩૧ મિલીમીટર અને આણંદના સોજીત્રામાં ૨૮ મિલીમીટર વરસાદ નોંધાયો છે