એશિયા કપ ૨૦૨૩: ભારતે પાકિસ્તાનને જીતવા આપ્યો ૩૫૭ રનનો ટાર્ગેટ

એશિયા કપની સુપર-૪ માં પાકિસ્તાન સામેની મેચમાં કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ સદી ફટકારીને પહાડી સ્કોર બનાવવામાં ટીમ ઈન્ડીયાને મોટી મદદ કરી હતી.

ભારત અને પાકિસ્તાન રિઝર્વ ડેમાં રમાનાર આ મુકાબલો કાલે જ્યાંથી અટક્યો હતો ફરી ત્યાંથી જ શરૂ થવાનો છે. ભારતે ગઈકાલે ૨૪.૧ ઓવર બેટિંગ કરી હતી. ભારત આજે તેની ઈનિંગ બે વિકેટે ૧૪૭ રનથી આગળ વધારશે. ગઈકાલે વરસાદને લીધે મેચ અટક્યાં બાદ આજે સૌ કોઈની નજર રિઝર્વ ડે પર છે. જો મેચમાં આજે પણ વરસાદ વિલન ન બને તો સારું. ભારત માટે આ મેચ મહત્ત્વપૂર્ણ છે. હાલમાં પણ વરસાદને પગલે પિચ પર કવર યથાવત્ છે. ગઈકાલે મેચ અટકી ત્યાં સુધીમાં ભારતનો સ્કોર ૨૪.૧ ઓવરમાં બે વિકેટ પર ૧૪૭ રન હતો. કે.એલ રાહુલ ૧૭ અને વિરાટ કોહલી ૮ રન હતા.

વિરાટ કોહલી અને કેએલ રાહુલ બન્નેની તોફાની સદી

શ્રીલંકાના કોલંબોમાં પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડીયાના બે ખેલાડીઓએ રીતસરનું ગદર મચાવીને પાકિસ્તાનની હાલત ખરાબ કરી નાખી હતી. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલનું જોરદાર ફોર્મ જોવા મળ્યું હતું. કેએલ રાહુલે પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર  સદી ફટકારી છે. ચોથા નંબર પર બેટિંગ કરતા કેએલ રાહુલે ૧૦૦ બોલમાં સદી ફટકારી છે. કેએલ રાહુલની વનડે કારકિર્દીની આ છઠ્ઠી સદી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *