એશિયા કપ ૨૦૨૩: પાકિસ્તાન સામે ભારતનો શાનદાર વિજય

એશિયા કપના સુપર-૪ના મુકાબલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને ૨૨૯ રનથી હરાવ્યું હતું.

એશિયા કપના સુપર-૪ ના મુકાબલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને ૨૨૮ રનથી હરાવ્યું હતું. 

મેચના પ્રથમ દિવસે ભારતે ૨૪.૧ ઓવરમાં ૧૪૭ રન બનાવ્યા હતા. ત્યાર બાદ વરસાદ પડતાં મેચ રિઝર્વ ડેના દિવસે ફરીથી શરુ થઈ હતી. જેમાં ભારતીય ટીમે વિરાટ કોહલી અને કે.એલ રાહુલના શતકની મદદથી ૫૦ ઓવરના અંતે ૩૫૬ રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ ૯૪ બોલમાં અણનમ ૧૨૨ રન જ્યારે કે.એલ રાહુલે ૧૧૧ રનનું યોગદાન આપ્યું હતું.

૩૫૭ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરુઆત ખરાબ રહી હતી. ભારતીય બોલરો સામે પાકિસ્તાનની ટીમ સમયાંતરે વિકેટો ગુમાવતી રહી હતી. જેમાં કુલદીપ યાદવે કુલ ૫ પાકિસ્તાનની બેટ્સમેનને આઉટ કરી તરખાટ મચાવ્યો હતો. આ સાથે બુમરાહ, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરે પણ ૧-૧ વિકેટ ઝડપી હતી. આમ પાકિસ્તાનની ટીમ ૮ વિકેટ ગુમાવીને કુલ ૧૨૮ રન જ બનાવી શકી હતી. પાકિસ્તાનના બોલર નસીમ શાહ અને હરિસ રઉફ ઈજાના કારણે બેટિંગ કરી શક્યા નહોતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *