અમદાવાદ- મુંબઈ હાઈવે પર કામરેજ પાસે એસ ટી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, અકસ્માતમાં ૧૦ જેટલા મુસાફરો થયો ઈજાગ્રસ્ત.
કામરેજ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અમદાવાદ- મુંબઈ હાઈવે પર કામરેજ પાસે બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે.
બસમાં ૨૫ જેટલા મુસાફરો સવાર હતા. જેમાં ૧૦ જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બસ વડોદરાથી સુરત તરફ જઈ રહી હતી તે સમય દરમિયાન દૂર્ઘટના સર્જાઈ છે.
બસ સામેના ટ્રેક પર ચઢી જતા કેમિકલ ભરેલા ટેન્કર સાથે અથડાઈ હતી. જેને લઈ ૧૦ જેટલા મુસાફરોને તેમજ બસ અને ટેન્કર ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે, સમગ્ર બાબતને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામના પણ દર્શ્યો સર્જાયા હતાં.