૧૪ સપ્ટેમ્બરના રોજ આજે હિન્દી દિવસ મનાવવામા આવે છે. હિન્દી ફક્ત ભાષા અથવા સંવાદનું સાધન નથી.. પરંતુ દરેક ભારતીય વચ્ચે સામાજિક,, સાંસ્કૃતિક સેતુ પણ છે.. ચાઇનીસ અને અંગ્રેજી બાદ હિન્દી દુનિયાની સૌથી વધુ બોલાતી ભાષા છે.. ભારત સરકાર હિન્દીને લોકપ્રિય બનાવવા અને સરકારી કાર્યાલયોમા ઉત્તેજન આપવા ભાર મુકી રહી છે. રાજભાષા હિન્દી દિવસના અવસરે દેશભરમા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે. પુણેમા ત્રીજી અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાશે. જેનો ઉદ્દેશ હિન્દીભાષાને ઉત્તેજન આપવા સાથે સરકારી કામકાજમા હિન્દી ભાષાના પ્રયોગને પ્રોત્સાહીત કરવાનો છે.
પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યો?
રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના સૂચન પર વર્ષ ૧૯૫૩ માં સૌપ્રથમવાર આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી પાછળનું કારણ હિન્દીનું મહત્વ વધારવાનું હતું, પરંતુ આ દિવસ મહાન હિન્દી કવિ રાજેન્દ્ર સિંહની જન્મજયંતિ પણ છે. એક ભારતીય વિદ્વાન, હિન્દી-પ્રખ્યાત, સંસ્કૃતિવાદી અને ઈતિહાસકાર હોવા ઉપરાંત, તેમણે હિન્દીને સત્તાવાર ભાષા બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
હિન્દી આ દેશોમાં પણ બોલાય છે.
ઉપર જણાવ્યા મુજબ, હિન્દી એ માત્ર ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા નથી, તે સમગ્ર વિશ્વમાં ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારત સિવાય બીજા ઘણા દેશો છે જ્યાં લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. આ દેશોમાં નેપાળ, મોરેશિયસ, ફિજી, પાકિસ્તાન, સિંગાપોર, ત્રિનિદાદ અને ટોબેગો, બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.