યુએઈના ડેપ્યુટી પીએમ એ જાહેર કર્યો નકશો

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) કે જેને લઇ ભારત અને પકિસ્તાન વચ્ચે અવાનવાર સંધર્ષ ચાલતો જોવા મળે છે. આ મામલે હવે  સંયુક્ત આરબ અમીરાતનું પણ ભારતના સમર્થનમાં નિવેદન સામે આવાથી પાકિસ્તાનના પેટમાં દુખાવો થઇ શકે છે.  વાસ્તવમાં, સંયુક્ત આરબ અમીરાત કે જે પાકિસ્તાન સાથે સારા સંબંધ ધરાવે છે, તેણે સ્વીકાર્યું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ભારતનો અભિન્ન અંગ છે. સંયુક્ત આરબ અમીરાતે નકશો બતાવીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ જાહેર કર્યું છે જે પાકિસ્તાન માટે ઝટકો છે.

UAEના નાયબ વડાપ્રધાન સૈફ બિન ઝાયેદ અલ નાહ્યાને નવી દિલ્હીમાં આયોજિત સમિટનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર બતાવવામાં આવ્યો છે. યુએઈના નાયબ વડાપ્રધાન દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સમગ્ર કાશ્મીરને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. તેમાં પીઓકે અને અક્સાઈ ચીનના ભાગો પણ સામેલ છે. પીઓકે એ વિસ્તાર છે જેના પર પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો જમવામાં આવ્યો છે.

UAEની એક રિયલ એસ્ટેટ કંપનીએ કાશ્મીરમાં અબજોનું રોકાણ કર્યું છે. દુબઈ સ્થિત UAEના રિયલ એસ્ટેટ ડેવલપર એમારે શ્રીનગરમાં એક મોલ બનાવવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે અને આ મોલ ૧૦ લાખ ચોરસ કિલોમીટરમાં બનાવવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *