લિબિયામાં ભયાનક વાવાઝોડાં બાદ વિનાશકારી પૂરને કારણે ભારે નુકસાન

લિબિયામાં ભયાનક વાવાઝોડાં બાદ વિનાશકારી પૂરને કારણે ભારે નુકસાન, ડેર શહેરના મેયર દ્વારા ૨૦,૦૦૦ થી વધુ લોકોના મૃત્યુની આશંકા

લિબિયામાં ભયાનક વાવાઝોડાં બાદ વિનાશકારી પૂરને કારણે ભારે નુકસાન મચી ગયુ છે.  વાવાઝોડા બાદ ૧૦,૦૦૦ની વસ્તી ધરાવતા ડેરના શહેર નજીક બે ડેમ તૂટી ગયા છે. જેના કારણે સમગ્ર શહેરને મોટા પાયે નુકસાન થયુ છે.

મળતા અહેવાલો મુજબ ડેર શહેરના મેયર દ્વારા ૨૦,૦૦૦ થી વધુ લોકોના મૃત્યુની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં ૭,૦૦૦ જેટલા લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.લિબિયન સિક્યોરિટી ફોર્સ અનુસાર, ૪ દેશો તુર્કી, ઈટાલી, કતાર અને યુએઈ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ કરી રહ્યા છે. અહીં મેડિકલના સાધનો, દવાઓ અને ખાવા-પીવાની ચીજો પહોંચાડવામાં આવી રહી છે. ઇજિપ્ત, જોર્ડન, ટ્યુનિશિયા અને કુવૈતે પણ મદદ કરવાનું કહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર, યુરોપિયન યુનિયન અને અમેરિકા પણ ઈમરજન્સી ફંડ જાહેર કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *