ગુજરાતમાં ૪ વર્ષમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વર્ષ ૨૦૧૯ માં ૩૫,૦૦૦થી વધીને આજે વર્ષ ૨૦૨૩માં ૮.૭૦ લાખ થઈ

રાજ્યપાલ અને મુખ્યમંત્રીના સહિયારા પ્રયાસોના પરિણામે રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ટકાવારી છેલ્લા ૪ વર્ષોમાં ૨૪-૨૫% થી વધુ વધી છે, એટલે કે વર્ષ ૨૦૧૯માં ૩૫,૦૦૦ ખેડૂતોથી વધીને ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં રાજ્યમાં ૮,૭૧,૩૧૬ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રઘુનાથને રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦માં અને અન્ય એક પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જતીન જયંતિલાલ કોળીને વર્ષ ૨૦૨૦-૨૧માં શ્રેષ્ઠ ATMA એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓને જિલ્લા કક્ષાએ ₹૨૫,૦૦૦ નો ચેક પણ એનાયત કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે ATMA (એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી) હેઠળ વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, જેમાંની કેટલીક નીચે મુજબ છે:

૧) વર્ષ ૨૦૨૦-૨૧માં શરૂ કરવામાં આવેલી દેશી ગાયની જાળવણી માટે નિભાવખર્ચ યોજના હેઠળ રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષોમાં પ્રાકૃતિક ખેતી કરતા ૧.૮૪ લાખ ખેડૂતોને ₹૪૨૦ કરોડની સહાય પૂરી પાડી છે. આ વર્ષે રાજ્ય સરકારે આ યોજના માટે ₹૨૦૩ કરોડ ફાળવ્યા છે.

૨) રાજ્યના ખેડૂતોને સશક્ત બનાવવા અને તેમને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારનો કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓનો વિભાગ સક્રિયપણે વિવિધ તાલીમ કાર્યક્રમો આયોજિત કરે છે.

૩) ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે જેમ કે તાલીમ, એક્સપોઝર વિઝિટ, કોન્ક્લેવ, વર્કશોપ, મેગા સેમિનાર, કૃષિ મેળા, મોડેલ ફાર્મ વગેરે. રાજ્ય સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં આવી પ્રવૃત્તિઓ માટે ₹૫૯ કરોડની ફાળવણી કરી છે.

૪) રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખરીફ અને રવિ સિઝન દરમિયાન હેક્ટર દીઠ ₹ ૫,૦૦૦ની સહાય પણ આપે છે. છેલ્લા ૨ વર્ષોમાં, ૧૬,૧૮૮ ખેડૂતોને ₹૧૮.૫૭ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *