પોલીસે ઉરી વિસ્તારમાંથી ૨ આતંકીઓની ધરપકડ કરી

પોલીસ અધિકારીએ જણાવ્યું કે લશ્કર-એ-તૈયબાનાં ૨ આતંકવાદી સહયોગીઓને ઉત્તરી કાશ્મીરમાં બારામૂલાનાં ઉરી વિસ્તારથી પકડી પાડવામાં આવ્યાં છે.

છેલ્લા ત્રણ દિવસથી જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાની આતંકીઓ સાથે અથડામણ ચાલી રહી છે. તેવામાં  જમ્મૂ-કાશ્મીરનાં બારામૂલા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાનાં એક આતંકી મોડ્યૂલનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીસે ૨ આતંકીઓની ધરપકડ કરી છે. તેમની પાસે રહેલ હથિયારો અને બોમ્બને પણ જપ્ત કરવામાં આવ્યાં છે.

લશ્કર-એ-તૈયબાનાં ૨ આતંકી સહયોગીઓને ઉત્તરી કાશ્મીરમાં બારામૂલાનાં ઉરી વિસ્તારથી પકડી પાડવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે તેમની પાસેથી ૨ પિસ્તોલ અને ૫ હેન્ડ ગ્રેનેડ સહિત કેટલીક આપત્તિજનક સામગ્રીઓ જપ્ત કરવામાં આવી છે.

પોલીસ અનુસાર જૈદ હસન મલ્લા અને મોહમ્મદ આરિફ ચન્ના બારામૂલાનાં નિવાસી છે. તેમણે કહ્યું કે બંને સીમા પાર પાકિસ્તાન સ્થિત પોતાના આકાઓનાં ઈશારા પર હથિયાર અને બોમ્બની તસ્કરી કરતાં હતાં અને આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માટે આ હથિયાર અને બોમ્બને લશ્કરનાં આતંકવાદીઓ સુધી પહોંચાડવાનું કામ કરતાં હતાં.

ઉરીનાં પરનપીલન પુલમાં નાકાની તપાસ દરમિયાન સંયુક્ત ટીમે ૨ સંદિગ્ધ વ્યક્તિઓને જોયા. તેઓ દાચીથી પરનપીલન પુલની તરફ આવી રહ્યાં હતાં અને પોલીસને જોતાં બંને ભાગવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં પરંતુ સંયુક્ત ટીમે તેમને પકડી પાડ્યાં, આ બંને પાસેથી ૨ ગ્લોક પિસ્તોલ, ૨ પિસ્તોલ મેગઝીન, ૨ પિસ્તોલ સાયલેંસર, ૫ ચીન નિર્મિત ગ્રેનેડ અને ૨૮ કારતૂસ જપ્ત કર્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *