કેરળના કોઝીકોડમાં નિપાહ વાયરસને લઈ તંત્ર એલર્ટ, પાડોશી રાજ્ય તમિલનાડુ અને કર્ણાટકને પણ એલર્ટ કરવામાં આવ્યા
કેરળના કોઝીકોડમાં નિપાહ વાયરસના સંક્રમણના નિયંત્રણ માટે આકરા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. તો સાથે પાડોશી રાજ્ય તમિલનાડુ અને કર્ણાટકને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્ર અને ICMR ઉચ્ચ સ્તરીય દળ કોઝીકોડમાં સ્થિતિ પર કાબુ મેળવવા સક્રિય થયું છે. કોઝિકોડમાં એક ૩૯ વર્ષીય વ્યક્તિ વાયરસથી સંક્રમિત મળી આવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર એક્ટિવ કેસ વધીને ૪ થઈ ગયા છે. કેરળમાં અત્યાર સુધીમાં નિપાહના કુલ ૬ કેસ નોંધાયા છે.. જેમાં ૨ લોકોના મોત થયા છે. કેરળના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે સંક્રમિત વ્યક્તિ હાલમાં કોઝિકોડની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્ય સરકારે સંક્રમણને ફેલાતો અટકાવવા તૈયારીઓ મજબૂત કરી છે. કોઝિકોડમાં જ્યાં સંક્રમણ જોવા મળ્યું છે તે ગ્રામ પંચાયતોને ક્વોરેન્ટાઇન ઝોન જાહેર કરવામાં આવી છે.