આજે ભારત માટે ઐતિહાસિક ક્ષણ, સંસદના નવા ભવનનો આજથી પ્રારંભ

સંસદના બંને ગૃહની કાર્યવાહનીનો આજથી નવા સંસદભવનમાં પ્રારંભ થશે.

સંસદના બંને ગૃહની કાર્યવાહનીનો આજથી નવા સંસદભવનમાં પ્રારંભ થશે. સંસદના વિશેષ સત્રના બીજા દિવસે આજે નવી સંસદમાં લોકસભાની બેઠક બપોરે સવા એક વાગ્યે નવા સંસદભવનમાં મળશે. જયારે રાજ્યસભાની બેઠક બપોરે સવા બે કલાકે નવા સંસદભવનમાં યોજાશે. કેન્દ્રીય સ્તરના સાંસદોના ફોટો અપ પછી નવી સંસદમાં પ્રવેશ કરવામાં આવશે.

સંસદના બંને ગૃહને આજથી નવા ભવનમાં લઇ જવા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જૂના સંસદભવનને વિદાય આપવી ઘણી ભાવુક ક્ષણ છે. તેમણે કહ્યું કે, આપણે નવી ઈમારતમાં જઈ રહ્યા છીએ. પરંતુ જૂનું ભવન આવનારી પેઢીને પ્રેરણા આપતું રહેશે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, નવી ઈમારતમાં ભારતનું લોકતંત્ર નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરશે. પીએમ નરેન્દ્ર મોદીએ આ વર્ષે મે મહિનામાં નવા સંસદભવનને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

જૂના સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં સવારે લોકસભા અને રાજ્યસભાના તમામ સદસ્યો સમૂહ તસ્વીર માટે એકઠાં થશે. ત્યાર બાદ ભારતીય સંસદની સમૃદ્ધ વિરાસતની ઉજવણી કરવા અને વર્ષ ૨૦૪૭ સુધી ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ માટે આયોજિત એક સમારોહમાં સૌ હાજર રહેશે.

વિશેષ સત્રના પ્રથમ દિવસે ગઈકાલે સંસદની ૭૫ વર્ષની યાત્રા પર ચર્ચા કરાઈ હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું, કે તમામ આશંકાઓની વચ્ચે ભારતીય લોકતંત્ર જન વિશ્વાસ અને વિકાસનું કેન્દ્ર બન્યું છે. પીએમ એ સ્વતંત્રતા સેનાનીઓ અને મહાન નેતાઓના યોગદાનને પણ યાદ કર્યા હતા. તો જી-૨૦ શિખર સંમેલનની સફળતાનો પણ પીએમ એ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું, કે જી-૨૦ની સફળતા, એ દેશની સફળતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *