ઓમકારેશ્વરમાં આદિ શંકરાચાર્યની ૧૦૮ ફૂટની પ્રતિમાનું અનાવરણ કરાશે
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આદિ શંકરાચાર્યની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે.
લગભગ ૨૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટમાં ‘એકત્મા ધામ’ હેઠળ અષ્ટધાતુથી બનેલી આદિ શંકરાચાર્યની ૧૦૮ ફૂટ ઊંચી ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે ‘અદ્વૈત લોક’ નામનું મ્યુઝિયમ અને આચાર્ય શંકર ઈન્ટરનેશનલ અદ્વૈત વેદાંત સંસ્થાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. સાથેસાથ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અદ્વૈત ધામનો શિલાન્યાસ અને ભૂમિપૂજન પણ કરશે