મહિલા અનામત બિલ ‘નારી શક્તિ વંદન’ સંસદના બન્ને ગૃહોમાંથી પસાર, મહિલા સાંસદોએ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો
રાજ્યસભામાં નારી શક્તિ વંદન વિધેયક પસાર થતાં તેના પર હવે સંસદની મહોર લાગી ગઇ છે. રાજ્યસભામાં અભુતપુર્વ રૂપે વિધેયકના પક્ષમાં ૨૫૪ મત પડ્યા હતા, તો વિપક્ષમાં એક પણ મત પડ્યો ન હતો. વિધેયક પસાર થતાની સાથે જ સંસદનું વિશેષ સત્ર સમાપ્ત થયુ અને રાજ્યસભા અનિશ્વિત કાળ માટે સ્થગિત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ચર્ચાના અંતમાં કહ્યું કે વિધેયકને તમામ વર્ગ અને રાજકીય પાર્ટીનું સમર્થન મળ્યુ છે. તેમણે સોશિયલ મીડિયા પર પણ લખ્યુ કે, આ ભારતીય લોકતાંત્રીક યાત્રાની નિર્ણાયક ક્ષણ છે. તેમણે કહ્યું કે આ મહિલાઓના મજબુત પ્રતિનિધિત્વ અને સશક્તિકરણના યુગની શરુઆત કરે છે. આ એક વિધેયક માત્ર નહી પણ તે અગણીત મહિલાઓનો શ્રધ્ધાંજલી છે જેમને આપણા દેશ માટે યોગદાન આપ્યુ છે. ૧૪૦ કરોડ ભારતીયોને શુભકામનાઓ. કાયદા મંત્રીએ ચર્ચાનો જવાબ આપતાં ગૃહને વિશ્વાસ અપાવ્યો કે મહિલાઓને તેમના અટવાયેલા હક મળશે. સંસદમાં નારી શક્તિ વિધેયક પસાર થયા બાદ મહિલા સાંસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. મહિલા સાંસદોએ વિધેયકને ઐતિહાસિક ગણાવ્યુ.