શક્તિપીઠ અંબાજીમાં આવતીકાલથી થશે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, ભાદરવી પૂનમના મેળાને લઈને વહિવટી તંત્રએ શ્રધ્ધાળુઓ માટે કરી ખાસ વ્યવસ્થા
શક્તિપીઠ અંબાજીમાં આવતીકાલથી ભારદવી પૂનમના મેળાનો પ્રારંભ થશે. મેળામાં ૩૫ લાખથી વધારે શ્રધ્ધાળુઓ આવવાની આશા છે. ભાદરવી પૂનમના મેળાને લઈને વહિવટી તંત્રએ શ્રધ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. અંબાજી મંદિરને એલઇડી લાઇટથી શણગારવામાં આવ્યું છે. વરસાદની આગાહી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રએ પૂરી તૈયારીઓ કરી છે. વરસાદને પગલે યાત્રાળુઓ માટે વોટર પ્રુફ સામીયાણા ઉભા કરવામાં આવ્યા છે. મેળાને પગલે અંબાજી પંથક બોલ માડી અંબે જય જય અંબેના નાજથી ગુંજી રહ્યું છે.