ભારતીય શેર બજારને નજર લાગી

બજારની તેજીને બેન્કિંગ શેર્સ તરફથી ટેકો મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી ૩૨૦ પોઈન્ટ વધીને ૪૪,૯૫૦ પર પહોંચી ગયો છે. બેન્ક ઓફ બરોડાનો શેર ૪.૫ % ના વધારા સાથે ઇન્ડેક્સમાં ટોપ ગેનર છે.

શુક્રવારે સ્થાનિક શેરબજારોમાં ફરી એકવાર અરાજકતા જોવા મળી હતી. આ સતત ચોથું ટ્રેડિંગ સેશન હતું જ્યારે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ ૩૦ શેર પર આધારિત ૨૨૧.૦૯ પોઈન્ટ અથવા ૦.૩૩ % ના ઘટાડા સાથે ૬૬,૦૦૯.૧૫ પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૬૯ પોઈન્ટ અથવા ૦.૩૪ % ના ઘટાડા સાથે ૧૯૬૭૪.૩૦ ના સ્તર પર બંધ થયો હતો. શુક્રવારના કારોબારમાં પાવર ગ્રીડ, એશિયન પેઈન્ટ્સ, કોલ ઈન્ડિયા, એનટીપીસી અને એચડીએફસી લાઈફ નિફ્ટીના ટોપ ગેનર હતા. જ્યારે એચડીએફસી બેન્ક, અલ્ટ્રાટેક, ડીઆરએલ અને વિપ્રો નિફ્ટીના ટોપ લૂઝર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *