પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આજે ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ સમિતિની બેઠક યોજાશે

આ સમિતિ ભારતીય સંવિધાનની હાલની વ્યવસ્થા અને જોગવાઈઓને ધ્યાનમાં રાખીને રજૂઆત કરશે.

આજે નવી દિલ્હીમાં ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પર બનેલ સમિતિની આજે બેઠક થશે. સરકારે ૨ સપ્ટેમ્બરના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 8 સદસ્યની સમિતિની સૂચના આપી હતી. આ સમિતિને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવા બાબતે વિચારણાં કરવા માટેની જવાબદારી આપવામાં આવી છે. આ સમિતિ ભારતીય સંવિધાનની હાલની વ્યવસ્થા અને જોગવાઈઓને ધ્યાનમાં રાખીને રજૂઆત કરશે.

સમિતિ તમામ સંબંધિત પક્ષો સાથે ચર્ચા વિચારણાં કરશે તથા રિસર્ચ અને સંબંધિત દસ્તાવેજ તૈયાર કરશે. ભારતમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીની પરિકલ્પનાનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એકસાથે આયોજિત કરવાનો છે. આ ચૂંટણી કોઈ એક દિવસ અથવા એક જ સમયે કરાવવાની રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *