પ્રધાનમંત્રી મોદીએ વારાણસીમાં ત્રણ અલગ અલગ કાર્યક્રમોમાં ૧૫૦૦ કરોડ વધુના વિકાસના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતુ.
પ્રધાનમંત્રી આજે ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ઉત્તર પ્રદેશમાં તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ વારાણસીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો છે. પ્રધાનમંત્રી મોદી ત્રણ અલગ અલગ કાર્યક્રમોમાં ૧૫૦૦ કરોડ વધુના વિકાસના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
પ્રધાનમંત્રીએ સૌ પ્રથમ વારાણસીના ગંજરી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. ગંજરી, રાજતલબ, વારાણસીમાં બનાવવામાં આવનાર આધુનિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ લગભગ ૪૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ૩૦ એકરથી વધુ વિસ્તારમાં વિકસાવવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી વારાણસીમાં સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નારીનશક્તિ વંદન અભિનંદન કાર્યક્રમ’ કાર્યક્રમમાં ૫૦૦૦થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી.