અંબાજીમાં પૂનમનાં મેળાનાં માહોલ વચ્ચે છવાયો વરસાદી માહોલ

થોડા સમયનાં વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાયો હતો. આજથી અંબાજી ભાદરવી પૂનમનાં મેળાનો પ્રારંભ થયો હતો. વરસાદ વરસવાનો શરૂ થતા પગપાળા જતા યાત્રાળુઓએ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

આજે અંબાજી ખાતે ભાદરવી પૂનમનાં મેળાની શરૂઆત થઈ છે. ત્યારે પ્રથમ દિવસે જ અંબાજી ખાતે ધીમીધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જેને લઈ મેળામાં આવતા યાત્રિકો ભીંજાયા હતા.

અમરેલીનાં સાવરકુંડલાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલાનાં વિજપડી, ખડસલી, બાઢડા, રામગઢા, ગોરડકા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા શહેર અને જીલ્લાભરમાં વરસાદી માહોલ છવાયો હતો.

અરવલ્લી જીલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. મોડાસા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. જેમાં સાકરીયા, અમલાઈ, ઝાલોદર, માથાસુરીયા ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદનાં કારણે અંબાજી જતા શ્રદ્ધાળુઓ વરસાદમાં ભીંજાયા હતા.

દાહોદનાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ઝાલોદ પંથકનાં વરસાદી માહોલ છવાયો હતો. લીમડી, મિરાખેડી અને વરોડ તેમજ કમીમહુડીમાં વરસાદી માહોલ છવાયો હતો.

સુરતનાં બારડોલીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે સ્ટેશન વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર અને ગાંધીરોડ સહિતનાં વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. બે દિવસનાં વિરામ બાદ વરસાદ શરૂ થયો હતો. બારડોલીમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા.

ભાવનગર શહેર અને જીલ્લા પંથકમાં વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા શહેરનાં દેસાઈ નગર, વિદ્યાનગર, વિઠ્ઠલવાડી, ભીંડભંજન સહિતનાં વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.

બાયડ તાલુકામાં પણ વરસાદી વાતાવરણ છવાયું હતું. બાયડનાં માધવકંપા નથુબાપાનાંકંપા શંકરપુરા સહિતનાં ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો. બાયડ પંથકમાં ખેતરમાંથી નદી વહેતી થઈ હતી. ભારે વરસાદને કારણે બોર, કૂવા છલકાયા હતા.

અમરેલી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, બગસરામાં વરસાદી માહોલ છવાયો હતો. ખાંભાનાં નાના વિસાવદર, ભાડ, ઈંગોરાળા, નાનુડી, વાંકિયા સહિતનાં ગામમાં વરસાદી માહોલ છવાયો હતો. જીલ્લાનાં અનેક વિસ્તારોમાં ઓછા વત્તા અંશે વરસાદ નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *