યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે બીજો દિવસ, પ્રથમ દિવસે ૨ લાખ ૨૫ હજાર શ્રદ્ધાળુઓએ મા અંબાના કર્યા દર્શન

અંબાજી મંદિરના પ્રથમ દિવસે ૧૦૦ જેટલી ધજાઓ ચઢી, મેળાના પ્રથમ દિવસે ૨ લાખ ૨૫ હજાર શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લીધો લ્હાવો

 યાત્રાધામ અંબાજીમાં પંરપરાગત ભાદરવી પૂનમના મેળાનો આજે બીજો દિવસ છે. મેળાના પ્રથમ દિવસે ૨ લાખ ૨૫ હજાર શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. તો અંબાજી મંદિરના શિખરે પ્રથમ દિવસે ૧૦૦ જેટલી ધજાઓ ચઢી હતી.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે બીજો દિવસ છે.મેળાના પ્રથમ દિવસે ૨.૨૫  લાખ યાત્રિકોએ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો.તો પ્રથમ દિવસે અંબાજી મંદિરના શિખર પર ૧૦૦ જેટલી ધજાઓ ચઢી હતી.તો દોઢ લાખ જેટલા મોહનાથાળના પ્રસાદના વેંચાણ થયુ હતુ.જ્યારે ફરાળી ચીકીના છ હજાર પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. મેળાના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં દાન ભેટની આવક ૫૬.૩૮ લાખની થઈ હતી. મા અંબાના દર્શન કરવા માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે જેને પગલે યાત્રાધામ અંબાજીમાં સતત માનવ મેહરામણ ઉમટી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *