પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢમાં રૂ.૨૬,૦૦૦ કરોડથી વધુના મૂલ્યની વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

બસ્તરને વિશ્વના સ્ટીલ નકશા પર મૂકશે અને ક્ષેત્રના સામાજિક આર્થિક વિકાસને વેગ આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢ અને તેલંગાણાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આજે સવારે ૧૧:૦૦ વાગ્યે, છત્તીસગઢમાં બસ્તરના જગદલપુરમાં,  નાગરનાર ખાતે NMDC સ્ટીલ લિમિટેડના સ્ટીલ પ્લાન્ટ સહિત રૂ.૨૬,૦૦૦ કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. ૨૩,૮૦૦ કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલ, સ્ટીલ પ્લાન્ટ એક ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. જે ઉચ્ચ ગુણવત્તાની સ્ટીલનું ઉત્પાદન કરશે. નાગરનાર ખાતેનો NMDC સ્ટીલ લિમિટેડનો સ્ટીલ પ્લાન્ટ હજારો લોકોને પ્લાન્ટમાં તેમજ આનુષંગિક અને ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોમાં રોજગારીની તકો પૂરી પાડશે. બસ્તરને વિશ્વના સ્ટીલ નકશા પર મૂકશે અને ક્ષેત્રના સામાજિક આર્થિક વિકાસને વેગ આપશે.

સમગ્ર દેશમાં રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ, આ કાર્યક્રમ દરમિયાન બહુવિધ રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી અંતાગઢ અને તારોકી વચ્ચેની નવી રેલ લાઇન અને જગદલપુર અને દંતેવારા વચ્ચે રેલ લાઇન ડબલિંગ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ બોરીદંડ-સૂરજપુર રેલ લાઇન ડબલિંગ પ્રોજેક્ટ અને જગદલપુર સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી તરોકી-રાયપુર ડેમુ ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપશે. આ રેલ પ્રોજેક્ટ રાજ્યના આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં સુધારો કરશે. સુધારેલ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી ટ્રેન સેવાથી સ્થાનિક લોકોને ફાયદો થશે અને પ્રદેશના આર્થિક વિકાસમાં મદદ મળશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૩ ના ‘કુંકુરીથી છત્તીસગઢ-ઝારખંડ બોર્ડર સેક્શન’ સુધીનો રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. નવા રોડથી રોડ કનેક્ટિવિટીમાં સુધારો થશે, જેનાથી વિસ્તારના લોકોને ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *