૬ ઓકટોબરે બેઠકના પરિણામોની જાહેરાત કરવામાં આવશે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોડરેટ નીતિ સમિતિની ત્રણ દિવસીય સમીક્ષા બેઠક આજથી શરૂ થશે. આ બેઠકના પરિણામોની જાહેરાત ૬ ઓકટોબરે કરવામાં આવશે. હાલમા રેપોરેટ ૬.૫ પર છે. જોકે નજર એ વાત પર મંડાઇ છે કે, શું તેને બદલવામાં આવશે કે યથાવત રાખવાનો નિર્ણય કરાશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં છ સભ્યોની સમિતિ આ અંગે ચર્ચા કરશે. રેપોરેટ એવી ટકાવારી હોય છે. જે મુજબ RBI બેંકોને લોન આપે છે. રેપોરેટ ઘટવાથી EMI ઘટે છે. જ્યારે રેપોરેટ વધવાથી EMI વધી જાય છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રિઝર્વ બેંકે નીતિગત દર વધારવાનો શરૂ કર્યો હતો. જે આ વર્ષે ફેબ્રુઆરીમાં વધીને ૬.૫ થયો હતો. છેલ્લી ત્રણ બેઠકથી રેપો રેટને સ્થિર રાખવામાં આવ્યો છે.