રાષ્ટ્રીય જળીય જીવ સંરક્ષણ વિશે જાગૃતતા લાવવા માટે આ દિવસની ઊજવણી કરવામાં આવે છે.
આજે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ છે, દર વર્ષે રાષ્ટ્રીય જળીય જીવ સંરક્ષણ વિશે જાગૃતતા લાવવા માટે આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. જે નેપાળ, ભારત અને બાંગ્લાદેશની ગંગા, બ્રહ્મપુત્ર-મેઘના અને કર્ણફુલી-સાંગુ નદી પ્રણાલીઓમાં નિવાસ કરે છે. વન્ય જીવન નિષ્ણાંતો, પશુપ્રેમીઓ અને પર્યાવરણ નિષ્ણાંતોએ માંગ કરતા રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડે વર્ષ ૨૦૨૨ માં રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ ઊજવવાની જાહેરાત કરી છે. બિહારે ગંગા નદી ડોલ્ફિનના સંરક્ષણ અને માંગ પર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૦ માં ગંગા ડોલ્ફિને રાષ્ટ્રીય જળ જીવ જાહેર કરી હતી. ડોલ્ફિન સ્વસ્થ જળીય પરિસ્થિતિકી તંત્રના આદર્શ પરિસ્થિતિક સંકેત તરીકે કાર્ય કરે છે. આ કારણોસર ડોલ્ફિનના સંરક્ષણથી તેમની પ્રજાતિઓના અસ્તિત્વને લાભ થશે. ઉપરાંત જળીય પ્રણાલી પર નિર્ભર લોકોને પણ લાભ થશે.