તલાટી અને જુનિયર ક્લાર્કની જગ્યાઓ પર ફાળવણી શરૂ

તલાટી અને જુનિયર ક્લાર્કની જગ્યાઓ પર ફાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે, ૧૨ તારીખ સુધી તલાટી અને ૧૭ તારીખ સુધી જુનિયર ક્લાર્કના ઉમેદવારોને જિલ્લા ફાળવણી થશે.

રાજ્યમાં અગાઉ લેવાયેલી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજથી તલાટી અને જુનિયર ક્લાર્કની જગ્યાઓ પર ફાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. પંચાયત સેવા બોર્ડ દ્વારા આજથી જિલ્લા ફાળવણી શરૂ કરવામાં આવી છે. જેમાં ૧૨ તારીખ સુધી તલાટીની અને ૧૭ તારીખ સુધી જુનિયર ક્લાર્કના ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરવામાં આવશે.

પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે વિગતો આપતા કહ્યું કે, આજે જિલ્લા ફાળવણીનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પંચાયત વિભાગ દ્વારા અમને લેટેસ્ટ માહિતી મળી એટલે અમે આ કામ તરત જ ચાલુ કર્યું છે. ઉમેદવારોને વધારે વિલબ ન કરવો પડે તેના માટે તુરંત પ્રક્રિયા હાથ ધરી છે. તેમણે ઉમેર્યું કે, આજે તલાટીની જિલ્લા ફાળવણી શરૂ થઈ છે, જે ૧૨ તારીખ પૂરી થશે, જેના પછી જુનિયર કલાર્કની ફાળવણી શરૂ થશે જે ૧૭ તારીખે પૂરી થશે. જે પછી કોમન ઉમેદવારોની માહિતી મળશે, તેમજ ખાલી જગ્યાઓ ભરવાનો પ્રયત્ન કરવામાં આવશે, આપણે પ્રતિક્ષા યાદીનું કામ સમયાંતર કરતા જ હોઈ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *