શનિવારની વહેલી સવારે પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ ડઝનેક રોકેટ છોડીને ઇઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. રાજધાની તેલ અવીવ સહિત સમગ્ર ઇઝરાયેલમાં સાયરન અલર્ટ સંભળાઈ રહ્યું છે.
ગાઝા પટ્ટીના પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ શનિવારની વહેલી સવારે ઇઝરાયેલ તરફ ડઝનેક રોકેટ છોડીને ઇઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. સવારથી રાજધાની તેલ અવીવ સહિત સમગ્ર ઇઝરાયેલમાં સાયરન અલર્ટ સંભળાઈ રહ્યું છે.
ઇઝરાયલી મીડિયાના અહેવાલો અનુસાર ગાઝામાં રોકેટના અવાજો સંભળાતા હતા અને વહેલી સવારે બેરેજ દરમિયાન સાયરનનો અવાજ ઉત્તરમાં લગભગ ૭૦ કિલોમીટર (૪૦ માઇલ) દૂર તેલ અવીવ સુધી સંભળાયો હતો. એવું માનવામાં આવે છે કે રોકેટ હુમલા પછી ઇઝરાયેલ જવાબી કાર્યવાહી કરી શકે છે.