યુદ્ધ વચ્ચે ઈઝરાઈલી પીએમનું મોટું એલાન

પોતાના દેશમાં પેલેસ્ટાઈની આતંકી સંગઠન હમાસના હુમલા બાદ ઈઝરાઈલના પીએમ નેતન્યાહૂએ દુશ્મનોને ભયાનક સજા આપવાનું એલાન કર્યું છે.

પોતાના દેશમાં પેલેસ્ટાઈની આતંકી સંગઠન હમાસના હુમલા બાદ ઈઝરાઈલના પીએમ  નેતન્યાહૂ ખળભળી ઉઠ્યાં છે અને તેમણે દુશ્મનોને મોટી સજા આપવાનું એલાન કર્યું છે.

પીએમ નેતન્યાહૂએ કહ્યું કે,

અમે યુદ્ધમાં પ્રવેશ કર્યો છે. આ ઓપરેશન નથી. હમાસે ઈઝરાયેલ અને તેના નાગરિકો પર જીવલેણ હુમલો કર્યો છે. મેં પહેલા ઘૂસણખોર આતંકવાદીઓની વસાહતોને સાફ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત મોટા પાયે હથિયારો એકત્ર કરવા જણાવ્યું છે. દુશ્મને એવી કિંમત ચૂકવવી પડશે જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું ન હોત.

શનિવારે સવારે પેલેસ્ટાઈન આર્મ્સ ગ્રુપ હમાસે ગાઝા પટ્ટીથી શ્રેણીબદ્ધ રોકેટ હુમલા કર્યા હતા. આ હુમલા ઈઝરાયેલ પર કરવામાં આવ્યા હતા. હમાસે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી હમાસે ગાઝા પટ્ટીથી લગભગ ૨૦ મિનિટમાં ૫,૦૦૦ રોકેટ છોડ્યા હતા. તેમણે ઇઝરાયેલમાં ઘૂસણખોરી કરીને કેટલાક લશ્કરી વાહનો પણ ઉઠાવી લીધા હતા. આ ઉપરાંત ઈઝરાયેલના પાંચ સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું છે. આ હુમલાઓમાં લગભગ ૫ લોકોના મોત થયા છે અને ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઈઝરાયેલે પેલેસ્ટાઈનને પાઠ ભણાવવા માટે પોતાના ફાઈટર જેટને યુદ્ધના મેદાન પર ઉતાર્યા છે. ઇઝરાયલની સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસ સામે ‘ઓપરેશન આયર્ન તલવાર’ શરૂ કરી છે. ગાઝા પર હવાઈ હુમલા શરૂ થઈ ગયા છે. ગાઝા પટ્ટીમાં અનેક જગ્યાએ હમાસના ઠેકાણાઓ પર ઇઝરાયેલી વાયુસેનાના ડઝનેક ફાઇટર જેટ હુમલો કરી રહ્યા છે. આ વિસ્તારને બોમ્બથી તબાહ કરી દેવાયો છે.

ઈઝરાયેલના રક્ષા મંત્રીએ નિવેદન આપ્યું કે, આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલો કરી મોટી ભૂલ કરી છે. આ હુમલોનો જવાબ આપવા માટે ઈઝરાયેલ સંપૂર્ણ રીતે તૈયાર છે. ઉપરાંત તેણે દાવો કર્યો કે, ઈઝરાયેલ આ યુદ્ધ જીતશે. તેલ અવીવમાં ઇઝરાયેલના સૈન્ય મુખ્યાલયમાં કેબિનેટની બેઠક બાદ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે ચેતવણી આપી હતી કે હમાસે આજે સવારે દક્ષિણ અને મધ્ય ઇઝરાયેલ પર રોકેટ હુમલા કરીને મોટી ભૂલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *