૫૨ મી GST કાઉન્સિલની બેઠક યોજાઈ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતા અને રાજ્યના સમકક્ષવાળી પરિષદે GST દર 28 ટકાથી ઘટાડીને ૫ % કરી દીધો છે.

GST કાઉન્સિલે કોર્પોરેટ જગતે સહાયક કંપનીઓને આપવામાં આવતી ગેરંટી પર ૧૮ % GST લાગશે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતા અને રાજ્યના સમકક્ષવાળી પરિષદે GST દર ૨૮ % થી ઘટાડીને ૫ % કરી દીધો છે.

દારૂ પર કર લગાવવાનો અધિકાર રાજ્યોને સોંપી દેવામાં આવ્યો છે. ENAને GSTમાંથી છૂટ આપવામાં આવશે. ઔદ્યોગિક ઉપયોગમાં લેવામાં આવતા ENA પર ૧૮ % GST લગાવવામાં આવશે.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 52મી GST પરિષદ બેઠક પછી જણાવ્યું કે, શીરે પર GST માં કાપ મૂકતા શેરડીના ખેડૂતોને ફાયદો થશે. જેથી પશુ ચારો બનાવવા માટે થતા ખર્ચામાં ઘટાડો થશે.

GSTATના અધ્યક્ષ અને સભ્યોની મહત્ત્મ વયમર્યાદામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. GSTATના અધ્યક્ષની મહત્તમ વયમર્યાદા ૬૭ વર્ષથી વધારીને ૭૦ વર્ષ અને અન્ય સભ્યોની મહત્તમ વયમર્યાદા ૬૫ વર્ષથી વધારીને ૬૭ વર્ષ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *