૭ ઓક્ટોબરે મતદાર યાદી જાહેર થશે અને ૨૩ ઓક્ટોબરે સુધી યાદીમાં સુધારા કરી શકાશે, ૫ રાજ્યોમાં કુલ મતદારો ૧૬ કરોડ છે
દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના માટે ચૂંટણીપંચે આજે તેના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીપંચના જણાવ્યાનુસાર મધ્યપ્રદેશ , છત્તીસગઢ , રાજસ્થાન , તેલંગાણા અને મિઝોરમ માં વિધાનસભા ચૂંટણીઓની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
જાણી લો કયા રાજ્યમાં કઇ તારીખે મતદાન અને મતગણતરી તથા પરિણામો જાહેર થશે.
રાજ્ય | મતદાનની તારીખ | મતગણતરી-પરિણામ |
મધ્યપ્રદેશ | ૭ નવેમ્બર | ૩ ડીસેમ્બર |
છત્તીસગઢ | ૭ નવેમ્બર ૧૭ નવેમ્બર |
૩ ડીસેમ્બર |
રાજસ્થાન | ૨૩ નવેમ્બર | ૩ ડીસેમ્બર |
તેલંગાણા | ૩૦ નવેમ્બર | ૩ ડીસેમ્બર |
મિઝોરમ | ૭ નવેમ્બર | ૩ ડીસેમ્બર |
૫ રાજ્યોની ચૂંટણી વિશેની માહિતી
કુલ વિધાનસભા બેઠક ૬૭૯
કુલ મતદારો – ૧૬ કરોડ મતદાર
કુલ પુરુષ મતદારો – ૮.૨ કરોડ
કુલ મહિલા મતદારો – ૭.૮ કરોડ
૬૦ લાખથી વધુ મતદારો પ્રથમ વખત મતદાન કરશે
૩૧ ઓક્ટોબર સુધી રાજકીય પક્ષોએ મળેલા ડોનેશનની વિગતો આપવી પડશે.