પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ સાથે વાત કરશે. તે ખેલાડીઓને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી એશિયન ગેમ્સમાં અસાધારણ સિદ્ધિઓ અને ભવિષ્યની સ્પર્ધાઓ માટે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે.
એશિયન ગેમ્સમાં ભારતે ૨૮ ગોલ્ડ સહિત કુલ ૧૦૭ મેડલ જીત્યા હતા. મેડલની કુલ સંખ્યાના સંદર્ભમાં એશિયન ગેમ્સમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ અસાધારણ સિદ્ધિ માટે ખેલાડીઓને અભિનંદન આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કહ્યું હતું કે ખેલાડીઓના પ્રેરણાદાયી પ્રદર્શને ઈતિહાસ રચ્યો અને દેશવાસીઓના હૃદયમાં ગર્વની લાગણી ભરી દીધી.
એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓ, તેમના કોચ, ભારતીય ઓલિમ્પિક સંઘના અધિકારીઓ અને રાષ્ટ્રીય રમત મહાસંઘના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.