ઇઝરાયેલમાં જ્યાં જુઓ ત્યાં હમાસ આંતકીઓના શબ

૫૦૦ આંતકી ઠાર કર્યાનો સ્થાનિક મીડિયાનો દાવો, ઇઝરાયેલે ૨૦ થી વધુ આતંકી ઠેકાણા નષ્ઠ કર્યા.

પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પણ અણધારો હુમલો કરતા મધ્ય પૂર્વમાં યુધ્ધ ફાટી નિકળ્યું છે. પેલેસ્ટાઇન અને ગાજાપટ્ટી વિસ્તારમાંથી આતંકીઓનો સફાયો કરવા માટે ઇઝરાયેલ ગાજાપટ્ટીની સંપૂર્ણ ઘેરાબંધી કરવાનો આદેશ આપ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં ઇઝરાયેલે હમાસના ૪૭૫ રોકેટ સિસ્ટમ અને ૭૩ કમાંડ સેન્ટરને ધ્વસ્ત કર્યા છે. એવામાં ઇઝરાયેલના લોકલ મીડિયા દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યો છે. ઇઝરાયેલના લોકલ મીડિયાનું કહેવું છે કે, સીમામાં અંદર ધુસીને હમાસના ૧,૫૦૦ જેટલા આતંકીને ઠાર કરવામાં આવ્યા છે.

પેલેસ્ટાઇનના આતંકવાદીના લગભગ ૧,૫૦૦ જેટલા શબ મળી આવ્યા છે. ઉપરાંત ૨૦ થી વધુ આતંકી ઠેકાણા પર હમલો કરવામાં આવ્યો છે. ઇઝરાયેલે ૨૩ ઇમારતો પર પણ હુમલો કર્યો જેનો ઉપયોગ હમાસના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સિવાય હમાસના ૨૨ અંડરગ્રાઉન્ડ ઠેકાણાઓને પણ નષ્ટ કરવામાં આવ્યા હતા. પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ગાઝામાં ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં ૭૦૪ પેલેસ્ટાઈન માર્યા ગયા હતા, જેમાં ૧૪૩ બાળકો અને ૧૦૫ મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે ૪,૦૦૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઈઝરાયેલની ત્રણેય સેના ગાઝા પટ્ટીમાં આતંકી સંગઠન હમાસને નિશાન બનાવી રહી છે. ઇઝરાયેલની વાયુસેના દ્વારા હમાસની જગ્યાઓ પર બોમ્બમારો કરવામાં આવી રહી છે. આ બોમ્બ ધડાકામાં ઘણી મસ્જિદો, શરણાર્થી કેમ્પ, હમાસ કમાન્ડ સેન્ટર અને ઈસ્લામિક જેહાદ કમાન્ડ સેન્ટર પર પણ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *