ઈઝરાયેલના પક્ષમાં આવ્યા બે મુસ્લિમ દેશ! ચોંકાવનારો લીધો નિર્ણય

બીજા મુસ્લિમ દેશોએ પેલેસ્ટાઈનનો પક્ષ લેતા કહ્યું હતું કે, ઈઝરાયેલના અત્યાચાર વિરુદ્ધ આ હુમલો શરૂ થયો.

હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાવુ થયેલા યુદ્ધે મધ્ય-પૂર્વની રાજદ્વારીમાં અચાનક મોટી ઉથલપાથલ મચાવી દીધી છે. શનિવારથી ચાલુ થયેલા યુદ્ધ પર તમામ મુસ્લિમ દેશોએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને આ યુદ્ધ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યુ છે. સાઉદી, કતર, પાકિસ્તાન જેવા તમામ મુસ્લિમ દેશોએ ઈઝરાયેલની નિંદા કરતા કહ્યું કે, પેલેસ્ટિનિયનો માટે અલગ રાજ્ય (ટૂ નેશન સોલ્યૂશન)ની સ્થાપની થવી જોઈએ. પરંતુ મધ્ય-પૂર્વના બે ઈસ્લામિક દેશોએ બાકી મુસ્લિમ દેશો કરતા અલગ વલણ અપનાવ્યુ છે.

અત્યાર સુધીમાં જેટલા પણ મુસ્લિમ દેશોની પ્રતિક્રિયા સામે આવી છે તેમાંથી કોઈએ પણ ઈઝરાયેલ પર હુમલા માટે હમાસને ટાર્ગેટ નથી કર્યું પરંતુ UAE અને બહરીને હમાસની નિંદા કરીને બધાને ચોંકાવી દીધા છે.

UAE, બહરીન સહિત તમામ મુસ્લિમ દેશો એક સમયે ઈઝરાયેલને મધ્ય-પૂર્વમાં ‘અછૂત’ ની જેમ જોતા હતા તેની સાથે કોઈ સબંધ રાખવા નહોતા માંગતા. પરંતુ અમરિકાના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે સપ્ટેમ્બર 2020માં UAE અને બહરીને ઈઝરાયેલ સાથે અબ્રાહમ કરાર કર્યો અને તેની સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા. UAE અને બહરીન ઈઝરાયેલ સાથે સબંધ સ્થાપિત કરનારા પહેલા આરબ દેશોમાં સામેલ છે.

રાજદ્વારી સંબંધો સ્થાપિત થયાના 3 વર્ષ બાદ હવે જ્યારે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ છેડાઈ ગયુ છે ત્યારે આ બંને જ દેશોનું વલણ બાકી આરબ દેશો કરતા અલગ નજર આવી રહ્યુ છે. આ બંને દેશોના સત્તાવાર નિવેદનથી સંકેત મળી રહ્યો છે કે, આ વખતે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા પર ઈઝરાયેલના સમર્થનમાં ઊભા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *