દિલ્હી NCR, યુપી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને રાજસ્થાનમાં PFI સાથે જોડાયેલા લોકો અને સ્થાનો પર NIAએની રેડ

NIAએ PFI સંગઠન પર મોટી કાર્યવાહી કરી છે. NIAએ દિલ્હી NCR, યુપી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને રાજસ્થાનમાં PFI સાથે જોડાયેલા લોકો અને સ્થાનો પર રેડ પાડી છે.  દિલ્હીમાં હૌજ કાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત, દિલ્હી  NCRમાં પણ વિવિધ જગ્યાઓ પર રેડ પાડવામાં આવી છે. આ તરફ રાજસ્થાન, તમિલનાડુમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.

NIA સંબંધિત સૂત્રોના જણાવ્યાનુસાર આ કાર્યવાહી પ્રતિબંધિત, કટ્ટરપંથી, ઇસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાને લઇને કરવામાં આવી છે. આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યે વર્ષો થઇ ગયા તેમ છતાં તેના ઘણા સભ્યો અંડરગ્રાઉન્ડ થઇને પોતાના મનસૂબાને અંજામ આપી રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં ઉત્તરથી લઇને દક્ષિણ સુધી ઘણા રાજ્યોમાં અનેક સ્થળો પર NIAએ રેડ પાડીને ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *