રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ છે. હવે ૨૫ નવેમ્બરનાં રોજ મતદાન થશે.
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ છે. હવે ૨૩ નવેમ્બરની જગ્યાએ ૨૫ નવેમ્બરનાં રોજ મતદાન થશે. કારણ કે લગ્નની સિઝન હોવાથી ૨૩ તારીખના રોજ લગ્નના વધુ પડતાં મુર્હુત હતા જેથી મતદાનમાં કોઈ અસર ન પડે અને લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે રાજકીય પાર્ટીઓના સૂચન મુજબ ચૂંટણી પંચે તારીખમાં ફેરફાર કર્યો છે. ચૂંટણીનાં પરિણામો ૩ ડિસેમ્બરનાં આવશે.
ભારતના ચૂંટણી પંચએ રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. રાજસ્થાનનાં એક ચરણમાં વોટિંગ ૨૩ નવેમ્બરનાં રાખવામાં આવી હતી પણ એ બાદ ભારતના ચૂંટણી પંચે વિવિધ રાજકીય દળ, સામાજિક સંગઠનો સહિત વિવિધ મીડિયા પ્લેટફોર્મે ચૂંટણીની તારીખોને લઈને પોતાનો પ્રસ્તાવ મૂક્યો હતો.