સંબંધો સુધારવા માટે મથી રહ્યું છે કેનેડા.
ગયા મહિને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ભારત પર નિજ્જરની હત્યા મામલે આરોપ કરવામાં આવ્યો હતો. જે બાદ બંને દેશો વચ્ચે સંબંધોમાં તિરાડ પડી હતી. બંને દેશો વચ્ચે રાજદ્વારી મડાગાંઠ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં એવા સમાચાર છે કે કેનેડાના વિદેશ મંત્રીએ અમેરિકામાં જયશંકર સાથે સિક્રેટ બેઠક કરી હોવાની માહિતી મળી રહી છે. જોકે હજુ બંને દેશો દ્વારા આ વાત અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
જયશંકર અને કેનેડાના વિદેશ મંત્રીએ અમેરિકામાં મુલાકાત કરી હતી. ઉપરાંત આ આ રિપોર્ટમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે, કેનેડાની સરકાર ભારત સાથે તેના રાજદ્વારી સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહી છે. આ મહિનાની શરૂઆતમાં પણ કેનેડાના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, તેઓ ભારત સાથે વ્યક્તિગત રીતે આ મામલાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યાં છે.