ઇઝરાયેલ કટોકટી: રાષ્ટ્રપતિ નેતન્યાહુએ વિપક્ષી સાથે ‘કટોકટી યુદ્ધ સમયની સરકાર’ રચી

ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહૂ અને વિપક્ષી નેતા બેની ગેન્ટ્ઝે સંયુક્ત રીતે ‘કટોકટી યુદ્ધ સમયની સરકાર’ની રચનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે સંયુક્ત સરકાર ગાઝામાં ઉગ્રવાદી સંગઠન હમાસ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધ સિવાય કોઈ નીતિ કે કાયદા પર કામ કરશે નહીં. ૭ ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

નવી સરકારમાં ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ મહત્વની ભૂમિકા ભજવશે. ઈઝરાયેલના મુખ્ય વિપક્ષી નેતા યાયર લેપિડને પણ સરકારમાં સામેલ થવા આમંત્રણ આપવામાં આવ્યું છે.જોકે, તેણે આ ઓફરનો જવાબ આપ્યો નથી. નેતન્યાહુ સરકારમાં અન્ય સહયોગીઓ શું ભૂમિકા ભજવશે તે હજુ સ્પષ્ટ નથી. નેતન્યાહુએ કહ્યું છે કે નવી સરકાર હમાસનો નાશ કરવાના પ્રયાસમાં સંપૂર્ણ રીતે એકજૂથ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *