પાવાગઢ ખાતે નવરાત્રીનાં એક દિવસ પહેલા ભક્તોનું ધોડાપુર ઉમટ્યું છે. તેમજ નવરાત્રી પર્વ પર જ્યોત લઈ જવાનો અનેરો મહિમા પણ રહેલો છે. ત્યારે મોડી રાત્રિથી મંદિર પરિસર ખાતે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રીનાં એક દિવસ પહેલા જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ત્યારે વહેલી સવારથી જ ભક્તોનું ઘો઼ડાપુર દર્શનાર્થે ઉમટી પડ્યું છે. ત્યારે બપોર સુધી આશરે ૨ લાખથી પણ વધારે લોકોએ મહાકાળી માતાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવરાત્રી પર્વર માતાજીની જ્યોત લઈ જવાનો અનેરો મહિમા છે.
પાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાનાં દર્શને આસો નવરાત્રી દરમ્યાન લાખો માઈ ભક્તો દર્શનાર્થે આવે છે. જેને લઈ વહીવટી તંત્ર, મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે માચી અને ડુંગર ઉપર મોબાઈલ નેટવર્કની તકલીફ હોઈ જીઓ કંપની દ્વારા બે મોબાઈલ નેટવર્ક ટાવર પણ ઉભા કરાયા છે. ત્યારે એક ટાવર ઉપર 5G કનેક્ટિવિટી પણ શરૂ કરાઈ છે. જેથી દર્શનાર્થીઓ ઈન્ટરનેટ સેવાનો લાભ લઈ શકે.
દર્શનાર્થે આવતા લોકોને કોઈ તકલીફ ઉભી ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ ડુંગર ઉપર દૂધિયા તળાવમાં ભક્તો સ્નાન કરતા હોવાથી તળાવને સ્વચ્છ પણ કરવામાં આવ્યું છે.