સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામ પાસે મોડી રાત્રે એસ.ટી.બસ પલટી મારી જતા મોટી સંખ્યામાં મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામ પાસે મોડી રાત્રે એસ.ટી.બસ પલટી મારી જતા મોટી સંખ્યામાં મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં પોલીસ ટ્રેનિંગ અર્થે જઈ રહેલ યુવક અને યુવતીઓ સહિત અંદાજે ૪૦ થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
એસ. ટી. બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માતની જાણ થતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના આગેવાનો અને કાર્યકરો સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.