ઈનકમ ટેક્સ વિભાગે દેશનાં ૪ રાજ્યોમાં પાડ્યાં દરોડા

ઈનકમ ટેક્સ વિભાગે કર્ણાટક અને અન્ય રાજ્યોમાં સરકારી ઓફિસરો તથા રિયલ એસ્ટેટ ટ્રેડર્સને ત્યાં રેડ પાડી હતી જેમાં ૯૪ કરોડ રૂપિયા રોકડ, આઠ કરોડ રૂપિયાનું સોના-હીરાનાં ઘરેણાં તથા વિદેશ નિર્મિત ૩૦ મોંઘી ગાડીઓ જપ્ત કરી છે.

કર્ણાટક, તેલંગાણા, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં 55થી વધારે સ્થાનો પર રેડ પાડીને ઈનકમ ટેક્સ વિભાગે લગભગ 94 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે.

CBDTએ જણાવ્યું કે  ૧૨ ઓક્ટોબરે સર્ચિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન વિભાગે બેંગલુરુ ,તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક શહેરો તેમજ દિલ્હીમાં પણ ૫૫ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ તમામ જગ્યાઓમાંથી ૯૪ કરોડ રૂપિયા રોકડ, આઠ કરોડ રૂપિયાનું સોના-હીરાનાં ઘરેણાં તથા વિદેશ નિર્મિત 3૦ મોંઘી ગાડીઓ જપ્ત કરી છે.

CBDTએ નિવેદનમાં કહ્યું કે સર્ચિંગનાં પરિણામસ્વરૂપ ૯૪ કરોડની રોકડ સિવાય કુલ ૧૦૨ કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ વિશેની માહિતી આપતાં CBDTએ જણાવ્યું કે આ સિવાય એક ‘એક ખાનગી કંપનીમાં કામ કરતાં કર્મચારી પાસેથી લગભગ ૩૦ લક્ઝરી વિદેશી ઘડિયાળોનું કલેક્શન મળી આવ્યું હતું’

બેહિસાબી રોકડ મળ્યાં બાદ કર્ણાટકમાં કોંગ્રેસ અને વિપક્ષ ભાજપની વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું છે. ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કતીલે કહ્યું કે આ પૈસા કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તો બીજી તરફ CM સિદ્ધારમૈયાએ આ આરોપને નિરાધાર જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *