સેક્સ મેરેજની તરફેણ કરનારાઓ માટે આજ મોટો દિવસ છે

સમલૈંગિક લગ્ન અંગેનો ચુકાદો આપતા સમયે CJIએ કહ્યું કે સરકારે સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જો આપવો જોઈએ, પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે.

સમલૈંગિક લગ્ન અંગેનો ચુકાદો આપતા સમયે CJI એ કહ્યું કે સરકારે સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જો આપવો જોઈએ.પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. સાથે જ ચુકાદો આપતી વખતે CJI એ કહ્યું કે આ કેસમાં ચાર નિર્ણયો છે. કેટલાક સહમત છે અને કેટલાક અસહમત છે.

સમલૈંગિક લગ્ન અંગેનો ચુકાદો વાંચતી વખતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. તેમણે કહ્યું કે, કોર્ટ કાયદો ન બનાવી શકે. પરંતુ કાયદાનું અર્થઘટન કરી શકે છે.

સમલૈંગિક લગ્ન એટલે કે સેમ સેક્સ મેરેજની તરફેણ કરનારાઓ માટે આજનો દિવસ મોટો છે. સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે સુપ્રીમ કોર્ટ મંગળવારે પોતાનો ચુકાદો આપશે. અરજીકર્તાઓએ લગ્નને કાનૂની માન્યતા આપવાની માંગ કરી છે. જોકે વિશ્વના ૩૪ દેશોમાં ગે લગ્નને માન્યતા આપવામાં આવી છે. તેમાંથી ૧૦ દેશોમાં કોર્ટ દ્વારા નિર્ણય આવ્યો છે. એવા ૨૩ દેશો છે જ્યાં સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા છે.

સુપ્રીમ કોર્ટે ૧૧ મેના રોજ સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા માટેની અરજી પર સુનાવણી પૂર્ણ કરી હતી અને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આજે SCના પાંચ જજોની બંધારણીય બેંચ નક્કી કર્યું કે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપી શકાય કે નહીં? અરજીઓની સુનાવણી કરતી બેંચમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એસકે કૌલ, એસઆર ભટ્ટ, હિમા કોહલી અને પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે. ૧૮ ગે કપલ તરફથી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં તેઓએ લગ્નના કાયદાકીય અને સામાજિક દરજ્જા સાથે તેમના સંબંધોને માન્યતા આપવાની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *