રખડતા પશુ પકડાશે તો થશે ૩ ગણો દંડ

રાજકોટમાં વ્યક્તિગત ઉપયોગમાં પશુઓ રાખતા પશુપાલકોએ પરમીટ લેવી પડશે, સ્ટેન્ડિંગ કમિટીએ કર્યો મહત્વનો નિર્ણય.

રાજકોટમાં રખડતા પશુઓએ અગાઉ અનેકવાર કેટલાય લોકોને અડફેટે લીધા હતા. જે બાદમાં હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણય મુજબ હવે રાજકોટમાં રખડતા પશુઓ પકડાશે તો 3 ગણો દંડ થશે. નોંધનીય છે કે, પ્રથમ વખત પશુ પકડાશે તો રૂ.૩ હજારના દંડની જોગવાઈ છે. આ સાથે હવે જો દૂધનું વેચાણ કરી ધંધો કરતા હશે તો લાયસન્સ લેવું પડશે.

રંગીલા રાજકોટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં રખડતાં પશુઓને લઈ હવે મહાનગરપાલિકા એક્શનમાં આવી છે.રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ રખડતાં પશુઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. વિગતો મુજબ હવે ઑ રાજકોટમાં રખડતાં પશુ પકડાશે તો ૩ ગણો દંડ થશે. આ સાથે અરજી કરતા વધારે પશુ હશે તો પણ કાર્યવાહી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *