સાબરકાંઠાના પરિવારનો હરિયાણાના બહાદુરગઢ પાસે કે.એમ.પી એક્સપ્રેસ હાઇવે પર ટ્રક અને ક્રૂઝર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો, બેના મોત.
સાબરકાંઠાના પરિવારને હરિયાણાના બહાદુરગઢમાં અકસ્માત નડ્યો છે. કે.એમ.પી એક્સપ્રેસ હાઇવે પર ટ્રક અને ક્રૂઝર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈડરના વણઝારા પરિવારના ૨ વ્યક્તિના મોત થયા છે.
સર્જાયેલા અકસ્માતમાં સાબરકાંઠાના પરિવારના બે સભ્યોના મોત થયા છે. ગમખ્વાર અકસ્માતમાં સાસુ અને વહુનું ઘટના સ્થળે જ મોત થયું છે તેમજ અકસ્માતમાં ૧૦ વ્યક્તિને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
સાબરકાંઠાનો પરિવાર અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જતો હતો તે દરમિયાન હરિયાણાના બહાદુરગઢ નજીક અકસ્માત નડ્યો હતો. જો કે, આ ઘટનાના પગલે પરિવારજનો પર આફતના વાદળો ઘેરાયા છે. આ બનાવ કે એમ પી એકસપ્રેસ હાઇવે પર સર્જાયો હતો. ટ્રક સાથે ક્રૂઝર ગાડી અથડાતા અકસ્માત સર્જાયો હતો. જો કે, આ બનાવને લઈ હરિયાણા સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.