પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં ૫૧૧ પ્રમોદ મહાજન કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું લોકાર્પણ કરશે. રાજ્યના ૩૪ ગ્રામીણ જિલ્લાઓમાં આ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે. આ કેન્દ્રો ગ્રામીણ યુવાનોને રોજગારી આપવા માટે કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમો યોજશે.
દરેક કેન્દ્ર ઓછામાં ઓછા બે વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં લગભગ ૧૦૦ યુવાનોને તાલીમ આપશે. આ તાલીમ ઉદ્યોગ ભાગીદારો અને રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પરિષદ હેઠળ સૂચિબદ્ધ એજન્સીઓ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ કેન્દ્રોની રચના આ ક્ષેત્રમાં વધુ સક્ષમ અને કુશળ માનવબળ વિકસાવવામાં મદદ કરશે.