બિડેન વહીવટીતંત્રે બુધવારે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોને નિશાન બનાવીને નવા પ્રતિબંધો લાદ્યા.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈરાન હમાસને સમર્થન આપી રહ્યું છે. એટલું જ નહીં દુશ્મન દેશ ઈઝરાયેલ વિરુદ્ધ લેબનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહને પણ સમર્થન આપી રહ્યું છે. આ જ હિઝબુલ્લા ઇઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. ઈરાને તો ઈઝરાયલને ધમકી આપી હતી કે, જો તે ગાઝા પટ્ટી પર કબજો કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઈરાન દ્વારા તેના મિત્ર દેશ ઈઝરાયેલ સામેના આ દાવપેચને લઈને અમેરિકાએ ઈરાનની પાંખો ફાડી નાખી છે. અમેરિકાએ ઈરાનના મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોને મોટો ફટકો આપ્યો છે અને પ્રતિબંધો લાદ્યા છે.
બિડેન વહીવટીતંત્રે બુધવારે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોને નિશાન બનાવીને નવા પ્રતિબંધો લાદ્યા હતા. યુ.એસ.એ બુધવારે ઈરાન, હોંગકોંગ, ચીન અને વેનેઝુએલામાં સ્થિત લોકો અને કંપનીઓ પર ઈરાનની બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોને સક્ષમ કરવા માટે નવા પ્રતિબંધો લાદ્યા છે, તેમ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું. ટ્રેઝરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રતિબંધો એવા વ્યક્તિઓને નિશાન બનાવે છે જેમણે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને ઈરાનના સંરક્ષણ મંત્રાલયને મિસાઈલ અને ડ્રોન બનાવવામાં મદદ કરી હતી.