જામનગર મહાનગરપાલિકા દ્વારા નિઃશુલ્ક હાડકાની ઘનતા માપવાનો ડાયગ્નોસ્ટિક કેમ્પનું આયોજન

જામનગર મહાનગરપાલિકા તથા માહેશ્વરી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મનપાના સંકુલમાં નિઃશુલ્ક હાડકાની ઘનતા માપવાનો ડાયગ્નોસ્ટિક એન્ડ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડૉ. શાલીન માહેશ્વરીએ ઓસ્ટીઓપોરોસીસ વિષયક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા હાડકાની ઘનતા તથા તેની જાળવણી અને ઘરના રસોડામાંથી મળી રહેતા ઉપચારો વિષયક વિસ્તૃત સમજ આપી હતી.

આ કાર્યક્રમમાં મેયર, ડેપ્યુટી મેયર, ધારાસભ્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ચીફ ફાયર ઓફિસર, આસિસ્ટન્ટ કમિશ્નર, શહેર ભાજપ અધ્યક્ષ, આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસર તેમજ માહેશ્વરી હોસ્પિટલના ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યાં હતાં. જામનગર મનપાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓએ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *